સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું બુધવાર, 13મેએ લખનૌમાં 38 વર્ષની નાની વયે નિધન થયું હતું. બુધવારે સવારે તેમને લખનૌ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના યાદવના પુત્ર હતાં.